
GangaSagar 9 Days 8 Nights

Book Now
Gangasagar is a sacred pilgrimage site where the Ganga River meets the sea. Known for the famous Makar Sankranti fair, it attracts thousands of devotees seeking spiritual blessings. A visit here brings peace, devotion, and a divine experience.

Destinations Covered
- Kolkata
- Gangasagar
- Jaganathpuri
- Champaran
- Raypur
- Bhuvneshwar
Trip Information
- Trip Duration : 9 Days
- District :
- Trip Dates :
- Pickup & Drop :
અમદાવાદ ,સુરત, બરોડા અને મુંબઈ થી કલકત્તા પ્લેન દ્વારા જવા રવાના ત્યાર બાદ 2X2 AC બસ દ્વારા પિક-અપ કરીને કલકત્તા હોટલ આગમન, બપોર ભોજન બાદ (લોકલ બસ દ્વારા) વિક્ટોરિયા મેમોરિયલ, કાલીઘાટ મંદિરની મુલાકાત લેવા માટે કલકત્તા ની મુલાકાત લઈ. દક્ષિણેશ્વર કાલી મંદિરે, બેલુર મઠ, રસ્તામાં હાવડા બ્રિજની મુલાકાત લીધા પછી, પછી સાંજે કલકત્તા રાત્રી ભોજન બાદ આરામ
સવારે ચા-નાસ્તા બાદ ગંગાસાગર તરફ જવા રવાના સાગર દ્રીપ એ ગંગાના ડેલ્ટામાં આવેલ એક ટાપુ છે, જે કલકત્તા ની દક્ષિણે લગભગ ૧૦૦ કિમી દુર બંગાળની ખાડીના ખંડીય શેલ્ફ પર આવેલ છે. અને ગંગાસાગર એ હિન્દુ તીર્થસ્થાન છે. દર વર્ષે મકરસંક્રાંતિ દિવસે (૧૪ જાન્યુઆરી). લાખો હિંદુઓ ગંગા નદી અને બંગાળની ખાડીના સંગમ પર પવિત્ર સ્નાન કરવા આવે છે. અને કપિલ મુનિ મંદિરમાં પૂજા કરવા માટે એકઠા થાય છે. રાત્રી ભોજન બાદ આરામ
કલકત્તા હોટલમાં ચા-નાસ્તો કર્યા બાદ હોટલ ચેક-આઉટ કરી જો કોઈ પોઈન્ટ બાકી હોય ત્યાં લઈ જવામાં આવશે. બપોર ભોજન બાદ શોપીંગ (સ્વ-ખર્ચે) સાંજે ભોજન કરી કલકત્તા થી પૂરી જવા બસ મુસાફરી
પૂરી હોટલમાં આગમન, હોટલમાં ચા-નાસ્તા કર્યા પછી, ત્યાર બાદ આગળ શ્રી જગન્નાથ મંદિર (સ્વખર્ચે), સાંજે પૂરી સમૃદ્ધ બીચ અને બજારમાં આનંદ માણો અને રાત્રી ભોજન બાદ આરામ
સવારે ચા-નાસ્તા પછી, સતાપડા, ચિલ્કા માટે પ્રસ્થાન ઈરવાડી ડોલ્ફિન્સની ફેન્સી જમીન, સતાપાડામાં આખો દિવસ જોવાલાયક સ્થળોનો આનંદ માણો. સાંજે પૂરી પાછા ફરી સાંજે પૂરી લોકલ માર્કેટનો આનંદ માણો. રસ્તામાં અલારનાથ મંદિર સાક્ષી ગોપાલ મંદિર.
પૂરી હોટલમાં ચા-નાસ્તો કર્યા બાદ હોટલ ચેક-આઉટ, ત્યારબાદ ચંદ્રભાગા બીચ અને રામચંડી મંદિરની મુલાકાત કાર્ય બાદ. પછી કાળા પેગોડા નામના પ્રખ્યાત સૂર્ય મંદિરની મુલાકાત, ૧૨ મી સદીના મંદિરની પથ્થરની કોતરણીથી સમુદ્રપણે શણગારવામાં આવ્યું છે. પછી ભુવનેશ્વર જવા પ્રયાણ રસ્તામાં (પીસ પેગોડા) ૧૦૮ શિવલિંગ મંદિરો, લિંગરાજ મંદિર, રાજરાણી મંદિર, મુક્તેશ્વર મંદિર, પરશુરામેશ્વરમ. પછી ખંડાગિરી અને ઉદયગિરી જૈન ગુફાઓની મુલાકાત કર્યા બાદ (સૌથી જૂની રોક કટ ગુફાઓ, ઓડીશા (ઓરિસ્સા) માં બૌદ્ધ અને જૈન ધર્મના પ્રભાવની યાદ અપાવે તેવી ગુફાઓ અરિજરે પછી ભુવનેશ્વર પહોચ્યા બાદ રાત્રિ રોકાણ હોટલ.
હોટલમાં ચા-નાસ્તો કર્યા બાદ જો સમય હોય તો આદિવાસી મ્યુઝિયમ, નંદનકનન ઝૂ (સ્વખર્ચે) અને ભુવનેશ્વર, બજાર ફરિયા બાદ ભુવનેશ્વર રેલ્વે સ્ટેશન થી રાયપુર જવા રવાના.
રાયપુર રેલ્વે સ્ટેશન થી પીકઅપ બાદ 2X2 AC બસ દ્વારા રાયપુર હોટલ આગમન, બપોર ભોજન બાદ (લોકલ બસ દ્વારા) ચંપારણ દર્શન કરી, રાત્રી ભોજન બાદ આરામ
સવારે ચા-નાસ્તા બાદ રૂમ ચેક આઉટ કરી પ્લેન ના સમય પ્રમાણે રાયપુર એરપોર્ટ ડ્રોપીંગ બાદ યાત્રા પૂર્ણ પરત (અમદાબાદ, સુરત, બરોડા અને મુંબઈ)

- યાત્રા દરમિયાન આપે આપેલા આઈડી પ્રૂફ (ઓરીજનલ) એરપોર્ટ પર સાથે રાખવાના રહેશે. જે યાત્રિક એરપોર્ટ પર ઓરિજનલ આઈડી પ્રૂફ નહીં લાવે તો તેવા સંજોગોમાં ટુર સંચાલકની જવાબદારી રહેશે નહી જેની ખાસ નોંધ લેવી.
- યાત્રા પહેલા કોઈપણ એરલાઇન્સ કેન્સલ અથવા એરલાઈન્સ બંધ કરી દેવામાં આવે તો આની જવાબદારી ટુર ઓપરેટર કે સંચાલકની રહેશે નહી. બીજી એરલાઇન્સની ટિકિટ યાત્રિકે જાતે ભોગવવાની રહેશે.
- પહેલા દિવસે ફ્લાઈટમાં જમવાનું મળશે નહીં, પ્રવાસ દરમિયાન બસ જ્યાં સુધી જશે ત્યાં સુધી લઈ જવામાં આવશે. બાકી પ્રવાસ સ્વખર્ચે રહેશે. મિકેનીકલ ખામીને લીધે એસી બંધ થશે તો કોઈપણ જાતનું રિફંડ મળશે નહી.
- દરેક હોટેલ પર રૂમ મેનેજરની સુચના મુજબ રોટેશન પ્રમાણે મળશે. એક લાઈનમાં રૂમ મળશે નહીં પ્રવાસીઓની સંખ્યા મુજબ ઘણીવાર અલગ અલગ બેથી ત્રણ હોટેલમાં રૂમની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ ભોજન માટે અમારા મુખ્ય ક્વિન ડાઈનીંગમાં કંપલસરી જમવા માટે આવવાનું રહેશે. સમગ્ર ટુર દરમિયાન બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર મળશે.
- બસમાં સીટ રોટેશન રહેશે. પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારનો નસીલા પદાર્થનું સેવન કરશો અથવા ટુર મેનેજર અન્ય પ્રવાસી સાથે ગેર વર્તન કરશો તો પ્રવાસમાંથી બાકાત કરવામાં આવશે, હોટેલમાં ગ્રુપ ટુરની અંદર ટાવલ, સાબુ, મિનરલ વોટરની સેવા મળશે નહીં.
- શારીરિક ખામી, અસક્ષમ કે બીમાર વ્યક્તિ સાથે જવાબદાર વ્યક્તિએ પ્રવાસ કરવો પ્રવાસ દરમિયાન યાત્રિકોની પોતાની સામાનની જવાબદારી પોતાની રહેશે. બસ ઉપરથી હોટેલ પર પ્રવાસીઓએ જાતે સમાન લઈ જવાનો રહેશે એમાં સંચાલક તરફથી કોઈપણ સેવા આપવામાં આવશે નહીં.
- કોઈપણ ધાર્મિક સ્થળ મંદિર ફરવા વાળા સ્થળો બંધ હશે તો તેમાં ટુર ઓપરેટરની જવાબદારી રહેશે નહી. કોઈપણ એડવેન્ચર એક્ટીવીટીઝ કરશે તો એ બધું સ્વખર્ચે રહેશે, રૂમ ચેકઈન-ચેકઆઉટ ટાઈમ પર રહેશે, રસ્તામાં કોઈપણ ચા પાણી પેસેન્જરે જાતે કરવાની રહેશે.
- ઘણી વખતે ડીમાન્ડ અને સપ્લાયમાં વધઘટ ને કારણે ભાવમાં મોટા પ્રમાણમાં વધઘટ થતી હોય છે. તેથી પોતાની સંપૂર્ણ બુદ્ધિનો ઉપયોગ કર્યા બાદ જ ઘોડા, ડોલી, શિકારા કે લોકલ વાહન અંગેની કિંમત નક્કી કરવી અને પછી જ્જાતે સ્વખર્ચે સ્વખર્ચે બેસવુ. તેમાં ટુર ઓપરેટરની જવાબદારી રહેશે નહીં.

- સવારે ચા, દૂધ, કોફી મળશે તથા ગરમ નાસ્તો મળશે. (બપોરની ચા મળશે નહીં.)
- યાત્રા દરમિયાન રસ્તામાં ઢાબા, મંદિર, પેટ્રોલ પંપ વાળી જગ્યાએ રસોયા દ્વારા રસોઈ બનાવવામાં આવશે.
- છેલ્લા દિવસે સાંજનું ભોજન હળવું રહેશે. રાત્રી દરમિયાન સાદું ભોજન મળશે.
- બપોરે દાળ-ભાત-શાક-રોટલી(પૂરી) તથા સ્વીટ મળશે.
- દરેક જગ્યાએ રેગ્યુલર જમવાનું મળશે.
- અગિયારસ દરમિયાન એક ટાઈમ ફરાળ મળશે. સાંજે ફરાળ મળશે નહીં.

- યાત્રા દરમિયાન મેકેનિકલ ખામીને લીધે એસી બંધ થશે તો કોઈપણ રીફંડ મળશે નહી.
- બસ પાર્કિંગમાં જ ઉભી રહેશે. ત્યાંથી ચાલીને અન્ય સ્થળો પર જવાનું રહેશે.
- ઉભી બસે પાર્કિંગમાં એસી ચાલુ રહેશે નહી.
- પ્રવાસ દરમિયાન હિલ ઉપર ચઢાણ ચઢતા સમયે બસમાં એસી ચાલુ રહેશે નહીં.

- બધી જગ્યાએ ડીલક્ષ નોન એસી રૂમ હશે. જેમાં ફક્ત સાદું પાણી જ મળશે.
- હોટેલમાં કપલ/ફેમીલી રૂમ આપવામાં આવશે.ટુર મેનેજરની સુચના પ્રમાણે હોટેલના ચેકઈન ચેઆઉટ સમય પ્રમાણે હોટેલ મળશે.
- ચાર વ્યક્તિ વચ્ચે રૂમમાં એક ડબલ બેડ અને એક એકસટ્રા બેડ આપવામાં આવશે અને ત્રણ વ્યક્તિ વચ્ચે રૂમમાં એક ડબલ બેડ મળશે.
- એસી અથવા હીટર ચાલુ કરવાનો ચાર્જ યાત્રિકોએ પોતે આપવાનો રહશે.
- યાત્રા દરમિયાન રૂમ ચેકઆઉટ ટુર મેનેજરની સૂચનાઓ પ્રમાણે કરવાની રહશે. (અન્યથા રૂમનો ચાર્જ યાત્રિકે આપવાનો રહશે.)
- દરેક હોટેલ ઉપર યાત્રીકે ઓળખપત્ર આપવાનું રહેશે.
- દરેક હોટલમાં સામાન જાતે ચઢાવવાનો રહેશે. અને જો વેઈટર જોડે સામાન ચઢાવશો તો ટીપ તમારે આપવાની રહેશે.

- યાત્રીએ પોતાની સાથે પોતાનું ઓળખપત્ર તથા જરૂરિયાતના કપડાં, ટુવાલ, બ્રશ, ટુથપેસ્ટ, સાબુ, નાનીટોર્ચ, નાનુલોક, જરૂરી દવાઓ લાવવી તથા હળવો નાસ્તો પણ રાખી શકશો. કોવિડ વેક્સીનેસન સર્ટિફિકેટ ની ઝેરોક્ષ સાથે રાખવાની રહશે.
૧. એડવાન્સમાં આપેલું પેમેન્ટ આપને પરત મળશે નહીં.
૨. યાત્રા માં ભરેલા એડવાન્સ નોન રિફંડેબલ રહેશે.
૩. જો યાત્રિક તરફ થી ટુર કેન્સલ કરવામાં આવે તો તેમને કોઈ પણ પ્રકાર નું રિફંડ મળશે નહી.
૪. અનિવાર્ય સંજોગ માં જો કંપની તરફથી કે સરકાર તરફથી જો યાત્રા રદ કરવા માં આવશે તો આપે ભરેલી રકમ માંથી કેન્સલેશન ચાર્જ કાપી બાકીની રકમ પરત કરવા માં આવશે,અથવા ક્રેડિટ નોટ મળશે.
૫. યાત્રા માં જોડાતા પહેલા યાત્રા ની તમામ માહિતી મેળવી લેવી ત્યાર બાદ કોઈ તકરાર ચાલશે નહીં.
૨. યાત્રા માં ભરેલા એડવાન્સ નોન રિફંડેબલ રહેશે.
૩. જો યાત્રિક તરફ થી ટુર કેન્સલ કરવામાં આવે તો તેમને કોઈ પણ પ્રકાર નું રિફંડ મળશે નહી.
૪. અનિવાર્ય સંજોગ માં જો કંપની તરફથી કે સરકાર તરફથી જો યાત્રા રદ કરવા માં આવશે તો આપે ભરેલી રકમ માંથી કેન્સલેશન ચાર્જ કાપી બાકીની રકમ પરત કરવા માં આવશે,અથવા ક્રેડિટ નોટ મળશે.
૫. યાત્રા માં જોડાતા પહેલા યાત્રા ની તમામ માહિતી મેળવી લેવી ત્યાર બાદ કોઈ તકરાર ચાલશે નહીં.
2 Person Travelling Together | 3 Person Travelling Together | 4 Person Travelling Together |
---|---|---|
36,900/- per person | 34,900/- per person | 32,900/- per person |